Awareness is necessity  જામતારા સ્થળ વિશે ક્યારેય સાંભળ્યું છે? તમારામાંથી ઘણાએ  Netflix પરની પ્રખ્યાત series "Jamtara: Sab ka number ayega"  જોઇ હશે.તે ઝારખંડની રાજધાની રાંચી નજીક આવેલું છે. આ સ્થાન ફિશિંગ અને બેંક ફ્રોડ નું કેન્દ્ર બન્યું છે.    તાજેતરમાં જામતારા ચર્ચામાં આવેલું છે કારણ કે આ સ્થાનના છેતરપિંડી કરનારાઓએ નવા પ્રકારના ગુના / છેતરપિંડી (scam/fraud) શરૂ કરી છે, એટલે કે ઇ-સિમ ફ્રોડ.   શું તમે જાણો છો e-SIM શું છે ?   e-SIM એટલે  "Embedded Subscriber Identity Module."  તમારે ટેલિકોમ ઓપરેટર નું સીમકાર્ડ અલગથી ખરીદવાની જરૂર નથી અને તેને તમારા મોબાઇલમાં દાખલ કરવાની પણ જરૂર નથી.ઇ-સિમ (e-SIM) તમારા સ્માર્ટફોનના હાર્ડવેરનો એક ભાગ છે. આ ઇ-સિમ ચિપ તમારા સ્માર્ટફોન પર પ્રી-ઇન્સ્ટોલ કરેલી હોય છે.તેનું કામ આપણા સામાન્ય સિમ જેવું જ હોય છે જે IMSI નંબર, કેટલીક સંપર્ક વિગતો (contact numbers) જેવી માહિતીને સાચવે છે.ઇ-સિમ ફરીથી લખી શકાય તેવું હોય છે. અગાઉના ટેલિકોમ ઓપરેટરને લગતી વિગતો erase કરી શકાય છે અને નવી ટેલિકોમ ઓપરેટર દ્વારા નવી માહિતી ફરીથી લખી શકાય છે.  આ પ્રકા...