Awareness is necessity ALERT !! "સાવધાન રહો તે દરમિયાન કે જ્યારે તમે ઓનાઇન ખરીદી ,બેન્ક લોન અથવા નોકરી ને લગતી કસ્ટમર કેર નંબર માટે ગૂગલ સર્ચ કરી રહ્યા છો." તમને ગૂગલ પર જે નંબર મળે તે દરેક સમયે વાસ્તવિક હોય એ જરૂરી નથી. તે બનાવટી નંબર હોય શકે છે . જ્યારે તમે કસ્ટમર કેર નંબર શોધી રહ્યા છો ત્યારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે ચોકસ વેબાઈટ પર જાવ અને તેના Contact Us or Help section માંથી જે નંબર મળે તેનો જ ઉપયોગ કરવો. કેમ કે અન્ય વેબસાઇટ પર જે નંબર આપેલા હોય છે તે જરૂરી નથી કે દરેક વખતે સાચા હોય. અહીં હું તાજેતર મા (સપ્ટેમ્બર 2020 ) થયેલી કસ્ટમર કેર નંબર સંબંધિત અદ્યતન કેસ સ્ટડી શેર કરી રહી છું!! ગુજરાત મા રહેનાર ઍક વ્યકિત મોબાઈલ ખરીદવા માગતો હતો અને તેને ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર થી સર્ચ કર્યું. હવે તે EMI હપ્તા પરથી મોબાઈલ ખરીદવા માગતો હતો પરંતુ EMI હપ્તા માટે ની કાર્યવાહી શું છે તે જાણતો ન હતો. તેને એ વેબસાઈટ ને લગતા કસ્ટમર કેર નંબર માટે ગૂગલ પર સર્ચ કર્યું. ગૂગલ પર સર્ચ કરતાં તેને કેટલીક એવી વેબસાઈટો મળી આવી કે જેમાં ઓનાઇન...