Skip to main content

Posts

Showing posts with the label Gujarati

ઑનલાઇન બેંકિંગ છેતરપિંડી વિશે સાયબર સુરક્ષા ટીપ્સ

Awareness is necessity આજકાલ, ઓનલાઈન બેંકિંગ frauds દિવસેને દિવસે વધી રહી છે. ઈન્ટરનેટ ઉપયોગ, ઈન્ટરનેટ સુરક્ષા અને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ ક્રાઈમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તેથી અહીં કેટલીક Security guidelines પ્રદાન કરવામાં આવી છે જે તમારે બેંક ટ્રાન્ઝેક્શન દરમિયાન અનુસરવી જોઈએ. સેફ બેંક ટ્રાન્ઝેક્શન ટિપ્સ: SMS દ્વારા અથવા ઈમેઈલ દ્વારા મોકલવામાં આવેલ ATM PIN કોડ અને OTP "વન ટાઈમ પાસવર્ડ" કોઈપણ સાથે ક્યારેય જાહેર કરશો નહીં, પછી ભલે તે બેંકમાં કર્મચારી હોય, કારણ કે બેંક તમને તમારા ખાતા અથવા ક્રેડિટ કાર્ડના કોડ વિશે ક્યારેય પૂછતી નથી. બેંકિંગ વ્યવહારો કરવા માટે પબ્લિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું ટાળો. જો તમે Public Wi-Fi દ્વારા ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોવ તો ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો કરવાનું ટાળો. વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ વગેરે પર, ઈમેઈલ, ચેટ્સ અથવા મેસેજમાં આપેલી કોઈપણ લિંક દ્વારા ખોલતી બેંકિંગ વેબસાઈટ પર બેંકની વિગતો અથવા ઓળખપત્ર ક્યારેય દાખલ કરશો નહીં. હંમેશા personal computer અને latest ઓપરેટિંગ સિસ્ટમ સાથે સ્થાપિત મોબાઇલ ઉપકરણો પર બેંકિંગ વ્યવહાર...

પ્રાઇઝ સ્કેમ: જો તમારે ઇનામ મેળવવા માટે ચૂકવણી કરવી પડતી હોય તો તે ઇનામ નથી

Awareness is necessity શું તમને ક્યારેય કોઈ કોલ્સ આવ્યા છે કે જેમાં તમે કોઈ પણ ઓનલાઇન શોપિંગ વેબસાઇટમાંથી ઇનામ અથવા લોટરી જીતી લીધી હોય તેવું કહે છે? શક્યતા છે કે આ કોલ્સ ફ્રોડ છે. સાયબર સ્વયંસેવક તરીકે, મેં આ પ્રકારની છેતરપિંડીઓના કેટલાક કેસ નું અધ્યયન કર્યું છે. ચાલો સમજીએ કે આ પ્રકારની છેતરપિંડી કેવી રીતે થાય છે? !! છેતરપિંડી કરનાર તમને કોઈપણ વિશ્વસનીય ઓનલાઇન શોપિંગ સાઇટમાંથી કર્મચારી હોવાનુ કહે છે.તેઓ તમને સાઇટ પરથી તમારી છેલ્લી ખરીદી વિશેની વિગતો, ઉત્પાદન અને ઓર્ડર ની વિગતો સાથે તમને મનાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ માને છે કે છેતરપિંડી કરનાર ઓનલાઇન સાઇટનો કર્મચારી છે, ત્યારે તેઓ તમને વિવિધ ઇનામો જેવા કે લેપટોપ, ટીવી, મોબાઇલ ફોન વિશે આકર્ષક યોજનાઓ આપે છે અને તમારી પાસેથી એક ઇનામ પસંદ કરવાનો વિકલ્પ આપે છે.જ્યારે તમે થોડી રુચિ બતાવો અને ઇનામ પસંદ કરો ત્યારે ઉલ્લેખિત ઇનામમાંથી, તેઓ તમને SMS તરીકે એક લિંક મોકલે છે.મોકલેલી લિંક એ છેતરપિંડીની લિંક છે જે તમારી વિગતો જેવી કે બેંક વિગતો તેમજ વ્યક્તિગત માહિતી માટે પૂછે છે.નોંધણી કરતી વખતે, તે તમને તમારા સ્થા...

શું તમે ઇ-સિમ ફ્રોડ વિશે જાણો છો ? શું છે આ ઇ-સિમ ?

Awareness is necessity જામતારા સ્થળ વિશે ક્યારેય સાંભળ્યું છે? તમારામાંથી ઘણાએ Netflix પરની પ્રખ્યાત series "Jamtara: Sab ka number ayega" જોઇ હશે.તે ઝારખંડની રાજધાની રાંચી નજીક આવેલું છે. આ સ્થાન ફિશિંગ અને બેંક ફ્રોડ નું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં જામતારા ચર્ચામાં આવેલું છે કારણ કે આ સ્થાનના છેતરપિંડી કરનારાઓએ નવા પ્રકારના ગુના / છેતરપિંડી (scam/fraud) શરૂ કરી છે, એટલે કે ઇ-સિમ ફ્રોડ. શું તમે જાણો છો e-SIM શું છે ? e-SIM એટલે "Embedded Subscriber Identity Module." તમારે ટેલિકોમ ઓપરેટર નું સીમકાર્ડ અલગથી ખરીદવાની જરૂર નથી અને તેને તમારા મોબાઇલમાં દાખલ કરવાની પણ જરૂર નથી.ઇ-સિમ (e-SIM) તમારા સ્માર્ટફોનના હાર્ડવેરનો એક ભાગ છે. આ ઇ-સિમ ચિપ તમારા સ્માર્ટફોન પર પ્રી-ઇન્સ્ટોલ કરેલી હોય છે.તેનું કામ આપણા સામાન્ય સિમ જેવું જ હોય છે જે IMSI નંબર, કેટલીક સંપર્ક વિગતો (contact numbers) જેવી માહિતીને સાચવે છે.ઇ-સિમ ફરીથી લખી શકાય તેવું હોય છે. અગાઉના ટેલિકોમ ઓપરેટરને લગતી વિગતો erase કરી શકાય છે અને નવી ટેલિકોમ ઓપરેટર દ્વારા નવી માહિતી ફરીથી લખી શકાય છે. આ પ્રકા...

શું તમે જાણો છો કે હેશટેગ્સ #couplechallenge નો ઉપયોગ કરીને, તમે સાયબર ક્રાઇમનો ભોગ બની શકો છો?

Awareness is necessity "Nohashtag challenges" આજકાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #couplechallenge, #smilechalenlenge, #chirichchallenge ટ્રેંડિંગ છે. પરંતુ શું તમે હેશટેગ્સનો ઇતિહાસ જાણો છો? ચાલો પહેલા જોઈએ કે #hashtag ની શોધ કેવી રીતે થઈ. સિલિકોન વેલીમાં કામ કરતા પ્રોડકટ ડિઝાઇનર ક્રિસ મેસિના એ હેશટેગનો આઈડિયા બનાવ્યો હતો.તે અને તેના કર્મચારીઓ મિત્રો વિચારી રહ્યા હતા કે ટ્વિટરને કેટલાક માળખાની જરૂર છે.તેને સામે પાઉન્ડ સિમ્બોલ હતું તેમાંથી હેશટેગ કન્સેપ્ટ મળ્યો.હેશટેગ બનાવવાનો તેમનો મુખ્ય વિચાર ઇન્ટરનેટનો હતો, અને ઈચ્છતા હતા કે વૈશ્વિક વાર્તાલાપમાં ભાગ લેવા ઇન્ટરનેટ પર કોઈપણ લખાણ લખે. 2007 માં, તેણે તેના એક મિત્રને તેના tweet માટે #sandiego નો ઉપયોગ કરવા કહ્યું અને આ રીતે, હેશટેગનો ઉપયોગ શરૂ થયો. 2009 માં, ટ્વિટરે તેના સર્ચ બારમાં હેશટેગનો વિકલ્પ ઉમેર્યો. અને આ રીતે, હેશટેગ એક વલણ બની હતી. આ વલણ પછી અન્ય એપ્લિકેશન્સ જેવી કે ટમ્બલર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય social media પ્લેટફોર્મ સુધી વિસ્તરિત થયો હતો. શરૂઆતમાં, હેશટેગ...

OLX ફ્રોડ : આર્મી ના માણસો ના નામે થતા આ નવા કોભાંડ થી સાવચેત રહો.

Awareness is necessity આજ કાલ OLX સંબંધીત ફ્રોડો વધી રહ્યા છે જેમ કે OLX password કે OTP શેર કરવો, QR Code Scan ,Paytm લિંક ને સબંધીત કોભાંડ અને સૈાથી વધુ બનતા કિસ્સાઓ આર્મી ના જવાનો ના નામ સાથે સંબંધીત છે બધી બાબતો લખવાને બદલે YouTuber , Mr. Rohit R Gaba દ્વારા શેર થયેલો વિડિયો જોવો વધુ સારો રહેશે અને ચાલો જોઈ એ કે કેવી રીતે આ ફ્રોડ કરનાર લોકો ને આર્મી ના કર્મચારી તરીકે મૂર્ખ બનાવે છે. અહીં, વિડિઓમાં ક્રિમીનલ એ QR code વિશે વાત કરી.ચાલો સમજીએ કે QR code શું છે અને QR code દ્વારા કેવી રીતે fraud થઈ શકે છે. QR code ( Quick Response code ), તેની અંદર આપણે ઘણી માહિતી લખાણ સ્ટોર કરી શકીએ છીએ. મેં એક QR code બનાવ્યો છે જે માહિતી સંગ્રહિત કરે છે જેમ કે વ્યક્તિનું નામ, આધાર કાર્ડ નંબર, વગેરે. આપણે કોઈપણ ડેટાને QR code સાથે સ્ટોર કરી શકીએ છીએ.એ જ રીતે ક્રિમીનલ બેંકની વિગતો અને malicious code સ્ટોર કરે છે જેથી જ્યારે તમે તે QR code સ્કેન કરો છો, ત્યારે પૈસા સીધા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય છે. OLX થી થતા ફ્રોડ થી પોતાને કેવી રીતે બચાવવા? ખરીદદાર અથવા વેચાણકર્તા ઓ સાથે ...

Customer care ફોન નંબર થી થઈ રહ્યા ફ્રોડ થી સાવધાન !!

Awareness is necessity ALERT !! "સાવધાન રહો તે દરમિયાન કે જ્યારે તમે ઓનાઇન ખરીદી ,બેન્ક લોન અથવા નોકરી ને લગતી કસ્ટમર કેર નંબર માટે ગૂગલ સર્ચ કરી રહ્યા છો." તમને ગૂગલ પર જે નંબર મળે તે દરેક સમયે વાસ્તવિક હોય એ જરૂરી નથી. તે બનાવટી નંબર હોય શકે છે . જ્યારે તમે કસ્ટમર કેર નંબર શોધી રહ્યા છો ત્યારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે ચોકસ વેબાઈટ પર જાવ અને તેના Contact Us or Help section માંથી જે નંબર મળે તેનો જ ઉપયોગ કરવો. કેમ કે અન્ય વેબસાઇટ પર જે નંબર આપેલા હોય છે તે જરૂરી નથી કે દરેક વખતે સાચા હોય. અહીં હું તાજેતર મા (સપ્ટેમ્બર 2020 ) થયેલી કસ્ટમર કેર નંબર સંબંધિત અદ્યતન કેસ સ્ટડી શેર કરી રહી છું!! ગુજરાત મા રહેનાર ઍક વ્યકિત મોબાઈલ ખરીદવા માગતો હતો અને તેને ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર થી સર્ચ કર્યું. હવે તે EMI હપ્તા પરથી મોબાઈલ ખરીદવા માગતો હતો પરંતુ EMI હપ્તા માટે ની કાર્યવાહી શું છે તે જાણતો ન હતો. તેને એ વેબસાઈટ ને લગતા કસ્ટમર કેર નંબર માટે ગૂગલ પર સર્ચ કર્યું. ગૂગલ પર સર્ચ કરતાં તેને કેટલીક એવી વેબસાઈટો મળી આવી કે જેમાં ઓનાઇન...

ઓટીપી, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા થતા બેન્ક ફ્રોડ પ્રત્યે જાગૃતિ અને અગત્ય સૂચના : સાવચેત રહો

Awareness is necessity જ્યારે પણ તમે ઇન્ટરનેટ પર વ્યક્તિગત વિગતો શેર કરતા હોય ત્યારે સાવચેત રહો. " "જ્યારે પણ તમે તમારા મોબાઇલમાં એપ્લિકશન ઇન્સ્ટોલેશન દરમિયાન 'allow' પરવાનગી આપો છો ત્યારે સાવચેત રહો." સાયબર સ્વયંસેવક તરીકે, મેં આ પ્રકારની છેતરપિંડીઓના કેટલાક કેસ નું અધ્યયન કર્યું છે. ચાલો હું તમારી સાથે એક કેસ સ્ટડી શેર કરું !! એક વ્યક્તિ OTP(વન ટાઇમ પાસવર્ડ) ને લઈને તેના મોબાઇલમાં સતત મેસેજીસ મેળવતો હતો. આ OTP તેના મોબાઇલ પર ઇન્સ્ટોલ કરેલા એક તૃતીય-પક્ષ એપ્લિકેશન દ્વારા આપમેળે કોઈ બીજા સાથે શેર થઈ રહ્યા હતા અને અચાનક, તેના ખાતામાંથી પૈસા ડેબિટ થયા, અને 7-8 ટ્રાન્ઝેક્શન સંદેશાઓ પછી, તેનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ ખાલી હતું. પીડિત દ્વારા પ્રાપ્ત કેટલાક સંદેશાઓ અહીં છે. The secret OTP for online purchase is 222343 on card ending XXXX. Valid till HH:MM:SS. Do not share OTP for security reason. Rs. 9999 is Debited to A/c...XXXX on dd-mm-yy HH:MM:SS( Avlbl Bal Rs XXXXX) At POST TID-XXXXXXXXXX,ref-XXXXXXXXXXXX. TollFree XXXX...