Skip to main content

Customer care ફોન નંબર થી થઈ રહ્યા ફ્રોડ થી સાવધાન !!

Awareness is necessity

ALERT !!

"સાવધાન રહો તે દરમિયાન કે જ્યારે તમે ઓનાઇન ખરીદી ,બેન્ક લોન અથવા નોકરી ને લગતી કસ્ટમર કેર નંબર માટે ગૂગલ સર્ચ કરી રહ્યા છો."



તમને ગૂગલ પર જે નંબર મળે તે દરેક સમયે વાસ્તવિક હોય એ જરૂરી નથી. તે બનાવટી નંબર હોય શકે છે . જ્યારે તમે કસ્ટમર કેર નંબર શોધી રહ્યા છો ત્યારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે ચોકસ વેબાઈટ પર જાવ અને તેના Contact Us or Help section માંથી જે નંબર મળે તેનો જ ઉપયોગ કરવો. કેમ કે અન્ય વેબસાઇટ પર જે નંબર આપેલા હોય છે તે જરૂરી નથી કે દરેક વખતે સાચા હોય.


અહીં હું તાજેતર મા (સપ્ટેમ્બર 2020 ) થયેલી કસ્ટમર કેર નંબર સંબંધિત અદ્યતન કેસ સ્ટડી શેર કરી રહી છું!!

ગુજરાત મા રહેનાર ઍક વ્યકિત મોબાઈલ ખરીદવા માગતો હતો અને તેને ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર થી સર્ચ કર્યું. હવે તે EMI હપ્તા પરથી મોબાઈલ ખરીદવા માગતો હતો પરંતુ EMI હપ્તા માટે ની કાર્યવાહી શું છે તે જાણતો ન હતો.

તેને એ વેબસાઈટ ને લગતા કસ્ટમર કેર નંબર માટે ગૂગલ પર સર્ચ કર્યું. ગૂગલ પર સર્ચ કરતાં તેને કેટલીક એવી વેબસાઈટો મળી આવી કે જેમાં ઓનાઇન shopping વેબસાઈટ નો કસ્ટમર કેર નંબર આપેલો હતો.તેને કોઈ એક રેન્ડમ વેબાઈટ માંથી મોબાઈલ નંબર મળ્યો અને તેને એ નંબર પર કોન્ટેક્ટ કર્યો. અને કોલ ની બીજી બાજુ વ્યકિત એ કેટલીક વ્યક્તિ વિગતો અને બેન્ક વિગતો ની માંગણી કરી.આ વિગતો આપતા અચાનક તેના ખાતા માંથી ₹ 1,00,000/- કાપી લેવામાં આવ્યા. તેને ખબર પડી કે કંઇક ખોટું થઈ રહ્યું છે અને તેને નજીક ના સાઈબર સેલ મા ફરિયાદ નોંધાવી.

સાઈબર સેલ ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને યોગ્ય તપાસ અને તકનિકી વિસ્લેશન કર્યું હતુ. ₹ 1,00,000/- રકમ ખૂબ મોટી હોવાથી બેન્ક transaction મા વાર લાગે છે તેથી બેન્ક transaction થયું ન હતુ. તેથી સાઈબર સેલ ની ટીમ આ transaction અટકાવવામા સફળ રહી, અને ભોગ બનનાર ને તેના પૈસા પાછા મળી ગયા.

જ્યારે આ પ્રકાર નો ફ્રોડ થાય છે ત્યારે શું કરવું ?

  1. તમારી નજીક ની સાઈબર સેલ અથવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સંપર્ક કરવો.
  2. તમે emergency નંબર "100" પર કોલ કરી શકો છો અને પોલીસ નું માર્ગદર્શન મેળવી શકો છો કે આગળ ક્યું પગલું ભરવું જોઈએ.
  3. તમારે તમારા મોબાઈલ માં તમારા જિલ્લા નો ક્રાઇમ બ્રાન્ચ નંબર save કરી ને રાખવો જોઇએ તે આ પ્રકારની પરિસ્થિતિ માં મદદ રૂપ થઈ શકે છે.

Contact details of Gujarat Police

તમારા મોબાઈલ માં તમારા જિલ્લા નો ક્રાઇમ બ્રાન્ચ નંબર save કરી ને રાખજો.
Sr no. District Name Contact No
1 Ahmedabad (O) 079-25633636
2 Amreli (O) 02792-222333
3 Anand (O) 02692-260027
4 Aravalli --
5 Banaskantha (O) 02742-257015
6 Bharuch (O) 02642-223303
7 Bhavnagar (O) 0278-2520050
8 Botad (O) 02849-251416
9 Chhota Udepur --
10 Dahod (O) 02673-222300
11 Dang (O) 02631-220248
12 Devbhoomi Dwarka --
13 Gandhinagar (O) 23210901
14 Gir Somnath --
15 Jamnagar (O) 0288-2554203
16 Junagadh (O) 0285-2635633
17 Kutch (O) 02832-250960
18 Kheda (O) 0268-2550250
19 Mahisaga --
20 Mehsana --
21 Morbi --
22 Narmada (O) 02640-222167
23 Navsari (O) 02637-245333
24 Panchmahal (O) 02672-242200
25 Patan --
26 Porbandar (O) 0286-2211222
27 Rajkot (O) 0281-2459888
28 Sabarkantha (O) 02772-247333
29 Surat (O) 0261-2651831
30 Surendranagar (O) 02752-282100
31 Tapi --
32 Vadodara (O) 0265-2431414,(O) 0265-2431515
33 Valsad (O) 02632-254222

આ લેખ પાછળ નો ઉદ્દેશ જાગૃતિ ફેલાવાનો છે . દિવસે દિવસે સાઈબર ક્રિમીનલસ ખૂબ જ સ્માર્ટ બની રહ્યા છે .લોકો ને મૂર્ખ બનાવવા માટે તેઓ અવાર નવાર નવા નવા આઈડિયાઓનો ઉપયોગ કરે છે. તમે પણ આવા બનાવોનો ભોગ ન બનો તેથી તમને આ પ્રકારના ફ્રોડ ની માહિતી હોવી ખૂબ જરૂરી છે.તો સાવધાન રહો અને બીજા ને પણ આવા ફ્રોડ વિશે માહિતી આપતા રહો.

Comments